Welcome to the KSR's Literary Universe

Sara - The Spiny Tailed Lizard

Embark on a captivating journey through the arid landscapes of the Banni region in Gujarat, India, in the pages of “Sara.” This enchanting tale follows the lives of three extraordinary creatures: the Spiny Tailed Lizard (Saara hardwickii), MacQueen’s Bustard (Chlamydotis macqueenii)), and Chinkara (Gazella bennettii). Amidst a backdrop of rich myths and beliefs, these unique species face an uncertain future as hunting and poaching threaten their existence. Join dedicated conservationists, scientists, and local communities as they unite to protect these creatures and their habitats, bridging ancient wisdom with modern conservation strategies. “Sara” weaves together adventure, conservation, and the enduring power of belief, immersing readers in a world where nature’s wonders and human fascination with the mystical intertwine.

  • Written By – Krishna Singh Rajput

  • Illustrations By – K. S. Asha

  • Editor -Kritika Harniya, Khyati Thacker

  • Publisher – Sahjeevan, Bhuj, Ramble, Banni

  • Financial Support – Axis Bank Foundation

Revised English Version Coming Soon...

"મમ્મી, આ બન્ની શું છે?" સારા, એક સાંઢાની દીકરીએ પૂછ્યું, “દાદાજી ત્યાં રહેતા હતા ને? આપણે ત્યાં કેમ નથી રહેતા?" તે પ્રશ્નો પૂછતી રહી, “આપણે કેમ આ લઠેડી ગામ રહીએ છે?”

"તેં આ નામ ક્યાં સાંભળ્યું?" તેની માતાએ પૂછ્યું.

“ગઈ કાલે, જ્યારે હું મારા મિત્રો સાથે રમવા ગયી હતી, ત્યારે મેં તેમને બન્ની વિશે વાત કરતા સાંભળ્યું. ભૈસાલી (ભેંસ ની ડીકરી), કહેતી હતી કે તેના કાકી બન્નીમાં રહે છે, ગયા મહિને જ્યારે તે અહીં આવી ત્યારે તેણે કીધું હતું બન્ની એ સોનાની ભૂમિ છે. જ્યારે ઉગતા સૂર્યના કિરણો ઘાસ પર પડે છે ત્યારે તે ભૂમિ સોના જેવી તેજસ્વી દેખાય છે. તેમાં ચાલીસ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ઘાસ છે ઉપરાંત અનેક પક્ષીઓ શિયાળામાં દેશવિદેશ થી ફરવા આવે છે....વિશાળ, સપાટ, અનંત લીલાછમ ઘાસ થી ઢંકાયલા મેદાનો... આહા!" ભેસાલીની કાકીએ આપેલા વર્ણનમાં સારા ખોવાઈ ગઈ હતી. “તેઓ એ પણ કીધું કે કે આપણે બન્નીના છીએ. મમ્મા, મારે પણ બન્ની જવું છે, મને બન્ની લઈ જા ને, આપણાં ઘરે લઈ જા ને. પ્લીઝ પ્લીઝ પ્લીઝ” તે તેની માતાને આગ્રહ કરવા લાગી.

“બકવાસ નઇ કર. ઘર આ છે, તે નથી!" તેની માતાએ તેને ઠપકો આપ્યો, “ત્યાં ઘાસ રાખ્યું છે, જા અને તારો નાસ્તો કર. એમાં પડીશ નહિ.” તેની માતાએ કહ્યું અને તેના દરમાં ચાલી ગયી.

નિરાશા સાથે, સારાએ ઘાસ ખાવાનું શરૂ કર્યું. “કઈ નહી , હું જાતે જ શોધી લઈશ” તે મન માં બોલી, તેણે દર ના દરવાજાને લાત મારી અને તે તૂટી ગયો.

સાંજે એક વિશાળ ગરોળી દરમાં પ્રવેશી, અને ભારે અને ક્રોધિત અવાજે પૂછ્યું, "દરવાજો કોણે તોડ્યો?" એ સારા ના પિતા હતા.

"મને નથી ખબર" સારાએ કહ્યું

“તો તારી મમ્મીએ તોડ્યું? કે તારા નાના ભાઈએ તોડ્યું ?" તેના પિતાએ પૂછ્યું. "મને ખબર છે, દરવાજો તે તોડ્યું છે."

"શું તમે નથી જાણતા કે દુશ્મનો ચારે બાજુ ઘૂમી રહ્યા છે. કોઈપણ ગમે ત્યારે હમલો કરી શકે છે” પિતાએ માતાને ખખડાવતા કહ્યું. "અને તે કેવી રીતે તૂટ્યો એ કહો પહેલા?"

"મેં તેને લાત મારી," સારાએ કહ્યું, પિતા સારા ને જોતજ રહ્યા, " કેમ કે, મેં મમ્માને બન્ની વિશે પૂછ્યું અને તે ભડકી ગયી." સારાએ ગભરાયેલા સ્વરે કહ્યું.

"પણ તારે બન્ની વિશે શા માટે જાણવું છે?"

"કારણ કે દરેક જણ તેના વિશે ગપસપ કરે છે. તેઓ કહે છે કે અમારા દાદા બન્નીના હતા અને આપણે પણ બન્નીના છીએ. શું આપણું પરિવાર ત્યાં છે ? મને તેમને મળવું છે, મને બન્ની જવું છે."

"આ બકવાસ બંધ કર!" હવે આપણું ઘર આ જ છે, બન્નીને ભૂલી જા. જા સૂઈ જા” પિતાએ કહ્યું, તે દરમાંથી બહાર નીકળી પોતાના બીજા દરમાં ગયા. કારણ કે તેઓ અલગ દરમાં રહેવાનું પસંદ કરતા હતા. સારા તેની માતા પાસે દર બનાવવાની તાલીમ હેઠળ હતી. તે દર બનાવવાનું શીખી ગયી પરંતુ તે દરવાજો બાંધવામાં અસમર્થ હતી.

***

"બેટા, આ પણ આપણું ઘર છીએ" તેની માતાએ તેની ગરદન તેના પર મૂકી, "જીતુભા કાકાએ આપેલા આ ઘરમાં આપણે વધારે સુરક્ષિત છીએ તેથી આપણે અહિયાં બહારના વિસ્તારમાં છીએ, બન્ની અહીંથી થોડુક જ દૂર છે" તો એવું ન વિચાર કે આ આપણું ઘર નથી"

"ખરેખર?" સારાએ આશા સાથે જવાબ આપ્યો, "આ બન્ની છે?"

“હા” તેની માતાએ માથું હલાવ્યું

"તો શા માટે બધા કહે છે કે આ બન્ની નથી?"

"કારણ કે લોકો માને છે એક અદૃશ્ય રેખા બે જગ્યાને અલગ કરે છે, પરંતુ આવી કોઈ રેખા હોતી નથી, સમજાયું."

"ઓહ હા, તો પછી દાદા ક્યાં છે?" ઉત્સુક સારાએ ફરી પૂછ્યું, આ વખતે તેની માતા માટે જવાબ આપવો મુશ્કેલ હતો.

"ઈશ્વરે એમને બોલાવ્યા અને તે તેની જગ્યાએ જતાં રહ્યા"

"ઉપર આકાશમાં?"

“હા, ઉપર આકાશમાં, હવે સૂવાનો સમય થઈ ગયો છે. શુભ રાત્રી" માતાએ કહ્યું.

***

બીજા દિવસે સવારે સારા ભૈસાલીને મળવા નીકળી

"અરે, ભૈસાલી!"

"સારા, કેમ છે"

“તને ખબર છે, તારી કાકી ક્યાં રહે છે? મારો મતલબ કે તમારી કાકીના ઘરે જવાનો રસ્તો?"

“મને નથી ખબર પણ કદાચ મારી માતા જાણે છે, એને પૂછી જોઉં " ભેસાલીએ જવાબ આપ્યો

"ના, નથી પૂછવું" સારાએ કહ્યું, "તારી માતા મારી માતાને આ પૂછપરછ વિશે કહેશે," સારા મન માં બોલી.

"ચાલ મળીએ પછી" અને તે તેના ઘરની બહાર નીકળી ગયી.

રસ્તે ચાલતા તેને સસલું મળ્યું "હાય સૈસી, તને ખબર છે બન્ની ક્યાં છે?" સારાએ પૂછ્યું

“ના, તું અશ્વાને પૂછી જો, એ તેજ રસ્તે મુસાફરી કરે છે” સૈસી બોલ્યો.

આગળ ચાલતા અશ્વા અને તેના મિત્રોને નાસ્તો કરતાં જોઈ સારાએ પૂછ્યું, "અશ્વા, તને ખબર છે બન્ની ક્યાં છે?"

"હા. શું થયું?"

"મને તેનો રસ્તો કહેશો?"

"હા ચોક્કસ, તમારે ઉગતા સૂર્યની દિશામાં ઘણા માઈલ ચાલવું પડશે." અશ્વાએ કીધું

તે ખુશ હતી કે તેને બન્નીનો રસ્તો મળી ગયો છે. તેણીએ બીજા દિવસે સવારે સૂર્યોદય થાય તે પહેલાં નીકળવાનું નક્કી કર્યું. તેણીએ તેણીની માતાને કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી જે દર બનાવતી હતી તેમાં તે રહેશે; જેથી તેને ભાગી જવા માટે ઉપયોગી રહેશે.

સૂર્યોદય થાય તે પહેલાં સારા તેના દરમાંથી ધીમે ધીમે બહાર નીકળી અને કોલોની ઓળંગતાની સાથે જ તેણે તેણે ગતિ વધારી અને દોડવા લાગી. તેણીએ પહેલેથી જ દિશા શોધી કાઢી હતી. થોડા સમય પછી તે થાકી ગઈ અને તેણે આરામ કરવાનું નક્કી કર્યું. તે ગાંડો બાવળ નીચે આરામ કરવા બેઠી થોડા વાર પછી ફરીથી ચાલવા લાગી.

ચાલતા ચાલતા એને કલાક થઈ ગયો હતો. રસ્તામાં તેને એક કુંજ કરતાં થોદનું નાનું કદનું પક્ષી જમીન પર પડેલું મળ્યું. તેના ઉપરની ભાગોમાં નિસ્તેજ રેતાળ ભૂરો અને નીચેની ભાગોમાં સફડ રંગ હતો. એક કાળો પટ્ટો તેની ગરદન પર હતો. પક્ષી ઘાયલ થયું અને પાણી માંગ્યું. સારાએ નજીકના તળાવમાંથી પાણી લાવીને તે પક્ષીને આપ્યું. થોડી વાર પછી પંખી તાજું લાગ્યું અને બોલ્યો,

“આભાર મિત્ર તમે મારો જીવ બચાવ્યો. હું મેકી છું. કૃપા કરીને મને જણાવો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું”

“કઈ નહી. મેકી. ખરેખર, હું બન્નીના રસ્તે છું, તમે મને કહી શકો કે તે કેટલું દૂર છે?"

"તે અહીંથી ખૂબ દૂર છે, તમારી ઝડપે, તે એક કે તેથી વધુ દિવસ લેશે." મેકીએ જવાબ આપ્યો, "આ પ્રવાસમાં તમે એકલા છો?" તેણે ચાલુ રાખ્યું.

"હા, હું બન્નીને જોવા માંગતી હતી અને એટલે ઘરેથી ભાગી આવી."

“આ ખતરનાક થઈ શકે છે, તારા રસ્તામાં ઘણા બધા જીવો છે જે તને પકડવાનો પ્રયત્ન કરશે. તેમાંથી તારો જીવ કેવી રીતે બચાવિશ?"

સારા થોડીવાર થોભી ગઈ. તેણીએ આવું ક્યારેય વિચાર્યું ન હતું. તેણી પાસે તેના બચાવ માટે કંઈ ન હતું. આવા સમય માં, તેણીને તેણીની પૂંછડી ઉંચી કરવા અને તે બની શકે તેટલી ઝડપથી દોડવા અને દરમાં સરકવા માટે નિર્દેશિત કરવામાં આવ્યો હતો. પરંતુ રસ્તામાં કોઈ જ દર ન હતા. તે પહેલેથી જ તેના ઘરથી દૂર આવી ગઈ હતી.

"મને કોઈ ખ્યાલ નથી," સારાએ કહ્યું

“મિત્ર, તેં મને બચાવ્યો, મારું જીવન તારું ઋણી છે. હું ખાતરી કરીશ કે તું તારા સ્થાને પહોંચી જઈશ. હું આકાશમાંથી તારી દેખરેખ રાખીશ.તને જમીન પર કોઈ જોખમ જણાયું તો મને જાણ કર.” મેકી સૂચવ્યું

સારા મેકી સાથે સંમત થઈ અને બોલી, "જો મને કોઈ જોખમ જણાય તો હું મારી પૂંછડી ઊંચી કરીશ" મેકી પણ સંમત થયો.

થોડે દૂર ચાલ્યા પછી તેઓએ થોભો લીધો. મેકી એ બંને માટે સલામત જગ્યા શોધી કાઢી.

"શું થયું હતું તારી સાથે, તું એમ જમીન પર કેમ પડી હતી?" સારાએ પૂછ્યું,

“મારા શિયાળાના સ્થળાંતર પછી, હું મારા દેશમાં પાછો ફરી રહ્યો હતો પરંતુ અચાનક એક ગોળી મારા માથાની બાજુમાંથી નીકળી, તે મારા મિત્રને વાગી અને તે મૃત્યુ પામ્યો. આ કારણે હું પણ ધરતી પર પડી ગયો. અને પછી તું મને મળ્યો” મેકીએ જવાબ આપ્યો.

"હે ભગવાન, આ ક્રૂર છે," સારાએ કહ્યું,

"હા આ ક્રૂર છે, અને તેથી હું કહી રહ્યો હતો કે તમારી મુસાફરી જોખમી હોઈ શકે છે," મેકી બોલી,

"તો હવે તારે શું કરવું છે?" સારાએ પૂછ્યું

"પહેલા તને બન્ની પર સુરક્ષિત રીતે પહોંચાડવાનું , અને પછી મારા સાથીઓને શોધી ઘરે જવાનું"

"મને મૂકવા આવશો તો તને મોડુ નહીં થાય? અને એવું બની શકે કે તમારા મિત્ર જતાં રહે"

"તે કદાચ થઈ શકસે, પરંતુ તે મારો જીવ બચાવ્યો છે, તેથી હું પહેલા તને છોડી દઈશ અને પછી મારા દેશમાં જતો રહીશ," મેકીએ કહ્યું.

“જો તમને વાંધો ન હોય તો શું હું તમને મદદ કરી શકું ?” ઝાડની પાછળની બાજુએથી અવાજ આવ્યો. એક બદામી રંગ ની પીઠ અને રાખોડી રંગ નું રૂપકડું પ્રાણી હતું. એને પાતળા નાના અને ચણીદાર શીંગડા હતા. ” તે ચિંકીનો હતી, “હેલો હું ચિંકી છું, તમે બંને મારી પીઠ પર સવારી કરો હું તમને બન્ની ખાતે મૂકી દઇશ”

"હેલો હું છું…"

"તું સારા છે અને તું મેકી છે,"ચિંકીએ તેને અટકાવતા કહ્યું. મેં તમારી બધી વાતચીત સાંભળી. અને હું તમારા વિશે ઘણી બધી બાબતો જાણું છું. બસ મારી પીઠ પર આવો. હું એ જ દિશામાં જઈ રહ્યો છું, હું તમને ત્યાં મૂકીશ." ચિંકી અને મેકી બંને સંમત થયા. તેઓ તેની પીઠ પર બેઠા અને ચિંકીએ બન્નીનો માર્ગ લીધો.

મોડી સાંજ સુધીમાં તેઓ બન્નીના મુખ્ય વિસ્તારમાં પહોંચી ગયા હતા. માલધારી લોકોની થોડી ઝૂંપડીઓ હતી. રાત્રિ નું શણગાર ઉત્સવની ઉજવણીનો સંકેત આપતો હતો. ચિંકીએ તેમની તરફ ફરીને કહ્યું,

"હવે આપડે બન્નીમાં છીએ, પેહલા આપડે મારા ઘરે જઈશું અને પછી કાલે સવારે તમે જ્યાં ઇચ્છો ત્યાં જઈ શકો છો." અને તેમને તેના ઘરે લઈ ગયો. ચિંકી તેના નવા મિત્રોને તેના માતાપિતા સાથે પરિચય કરાવે છે અને તેઓ કેવી રીતે મળ્યા તે જણાવે છે. મેકીએ તેના મિત્રોનો અવાજ સંભળાય,

"મિત્રો, મને લાગે છે કે મારા સાથીઓ ત્યાં છે, મારે જવું પડશે, નહીં તો તેઓ મને મૂકીને જતાં રહેશે"

"હા તને જવું જોઇયે," ચિંકીના માતા-પિતા કહે છે.

"મને મદદ કરવા બદલ આભાર,મેકી" સારા કહે છે

"ના, સારા, મારો જીવ બચાવવા બદલ તારો આભાર," મેકી કહે છે, "અને અમને અહીં લાવવા બદલ ચિંકીનો આભાર" બધા ના આભાર માનવાથી બધા હસી પડ્યા.

"હા, ચિંકી ખાસ સલામને પાત્ર છે, તેના વિના મને અહીં પહોંચતા કેટલા દિવસ લાગ્યા હોત એનું અંદાજો પણ નહીં કરી શકું." અને તેણી તેની પૂંછડી ઊંચી કરે છે અને તેને હલાવી સલામી દે છે.

ચિંકી કહે છે, “ઓહ પ્લીઝ, મારા માટે ધન્યવાદ પૂરતો છે, ખાસ સલામીની જરૂર નથી”

"ઠીક છે, મારે હવે તમારી રજા લેવી જ જોઈએ, મળીએ" મેકી કહે છે, તેણીએ પાંખો ખોલી અને ઉડી ગઈ."

બીજી તરફ સારાના માતા-પિતા તેની ચિંતા કરતા હતા. તેઓએ તેને બધે શોધ્યો. ભૈસાલી, સૈસી અને અશ્વાની પૂછપરછ કરતાં તેમને ખબર પડી કે તે બન્ની પાસે ગઈ છે. તેઓએ બીજા દિવસે બન્ની જવાનું નક્કી કર્યું.

***

“જીંજલ જીંજલ જીંજલ જીંજલ, જીંજલ દી મુજમાહો કે છલડે આહે રૂલાઈ… સારાએ મહિલાઓને ગીત ગાતી સાંભળી.

"આ શુ ચલિ રહ્ય઼ુ છે? મેં આવું પહેલા ક્યારેય જોયું નથી"

"તે માનવની ઉજવણી છે. તેઓ તેમના ઘરને શણગારે છે, નવા કપડાં પહેરે છે અને વર્તુળમાં નૃત્ય કરે છે. કઈક ખુશીની ક્ષણ હસે."

"અવાજ અને સંગીત ખૂબ જ સુંદર છે," સારાએ કહ્યું.

"તેથી દૂર રહેવું વધુ સારું છે" ચિંકીસના માતા-પિતા તેમને જાગૃત કરે છે "રાત છે કંઈપણ થઈ શકે છે, અમારા માટે તેનાથી દૂર રહેવું વધુ સારું છે"

બીજે દિવસે ફરતા ફરતા તેણીને એક દર મળ્યો અને તે અંદર ગઈ. તે વધુ ને વધુ ઊંડે અંદર ગઈ. તેણીને ભયનો અનુભવ થયો અને સમજાયું કે તેણી ફસાઈ ગઈ છે. પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો, તેથી તે આગળ વધતી રહી. અંતે, ખાડો પાંજરામાં સમાપ્ત થયો જ્યાં તેના સમુદાયના ઘણા ગરોળિયોને રાખવામાં આવ્યા હતા. હવે તેણીને સમજાયું કે શા માટે તેના માતા-પિતા તેને બન્ની જવા દેતા ન હતા. તેણીની સાથે શું થવાનું હતું તેનાથી તેણી અજાણ હતી. તેણી જોરશોરથી તેણીની પૂંછડી હલાવવાનું શરૂ કર્યું. પાંજરામાં થોડી વધુ ગરોળીઓ હતી.

તેઓ બધા જાણતા હતા કે તેઓને મારી નાખવામાં આવશે. તેમાંથી એક સ્ત્રી સારાની નજીક આવી અને તેને ગળે લગાવી.

"તું અહિયાં ની નથી લાગતી, તું કોણ છે?"

"હું સારા છું, હું બન્નીના બહારના વિસ્તારમાં રહું છું અને બન્નીને જોવા ઘરેથી ભાગી હતી અને પાંજરામાં કેદ થઈ ગઈ"

"સારા!" તેણીએ ઉત્સાહ સાથે કહ્યું, "જુઓ સારા અહીં છે" તેણીએ તેના પતિને બોલાવ્યો. સારા ના પિતાની ઉંમરની એક ગરોળી વસ્તીમાંથી બહાર આવી.

"આપણે આવી રીતે મળીશું એવું ક્યારેક વિચાર્યું નથી," તેણે ચિંતિત સ્વરે કહ્યું.

"તમે કોણ છો? અને તમે મારું નામ કેવી રીતે જાણો છો?" સારાએ પૂછ્યું.

"હું તારો કાકા છું, અને તે તારી કાકી છે, તેણે તને સારા નામ આપ્યું છે," કાકાએ કહ્યું. તેણી તેના કાકા અને કાકીને મળીને ખુશ હતી. "શું તમારા માતા-પિતાને ખબર છે કે તું અહીં છે?" તેણે પૂછ્યું

"તેણીએ હમણાં જ કહ્યું કે તે ભાગી આવી છે" અને અચાનક તેઓને લાગ્યું કે તેઓને ઊંચકવામાં આવી રહ્યા છે. ત્યાં માણસો હતા જેઓ પાંજરા ઉપાડતા હતા. બધાએ ચીસો પાડી અને બૂમો પાડી. જમીનમાંથી પાંજરું બહાર કાઢવામાં આવ્યું હતું.

"પૂરતું" એક માણસ સ્મિત કરે છે જેમકે તેને જેટલા જોઈએ છે એટલા મળી ગયા હોય અને દુષ્ટની જેમ હસ્યો. તેણે તે પાંજરું બળદગાડામાં રાખ્યું અને ઝૂંપડાઓની દિશામાં ચલાવવાનું શરૂ કર્યું.

સૂર્યાસ્ત થયો અને ચંદ્ર ઉગ્યો. તાપમાનમાં ઘટાડો થયો. ક્યાંક ઘાસના મેદાનની વચ્ચે. એક વૃદ્ધ તાંત્રિક કાળી જાદુની વિધિ કરી રહ્યો હતો. તેમની સામે ત્રણ વ્યક્તિઓ બેઠા હતા. તેણે પત્થરો અને તેમાં ભૌમિતિક ત્રિકોણ અને વર્તુળો બનાવ્યા હતા. તે એક પ્રકારનું યંત્ર હતું. તેની આગળ અગ્નિકુંડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેની ડાબી બાજુએ એક પાંજરું હતું જેમાં સારા અને અન્ય ગરોળી રાખવામાં આવી હતી. અગ્નિકુંડ અને તેની વચ્ચે એક ગરોળીનું હાડપિંજર હતું. તેણે સારાની બલી આપવા માટે ઉપડયો. તે કેટલાક મંત્રોનો જાપ કરી રહ્યો હતો. તેણે અગ્નિમાં થોડો પાવડર નાખ્યો અને તેની જ્વાળાઓ કેટલાક ફૂટ સુધી વધી. જ્યારે તે સારાને આગમાં ફેંકવાના હતા. તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. ચાલવાનો અવાજ બંધ હતો. અને થોડીક ક્ષણોના અંતરાલમાં, તેણે પોતાને સેંકડો ગરોળીઓથી ઘેરાયેલો જોયો. તેઓ બધા જોરશોરથી તેમની પૂંછડીઓ હલાવી રહ્યા હતા અને ગુસ્સાવાળા ચહેરા સાથે તાંત્રિક તરફ જોઈ રહ્યા હતા. તેઓ બધા તેમની તરફ જવા લાગ્યા. તેણે સારા પરની તેની પકડ ઢીલી કરી અને તે તેના હાથમાંથી નીચે સરકી ગઈ. સારાએ પાંજરાની નજીક જઈને પકડેલી તમામ ગરોળીઓને મુક્ત કરી.

ત્યારબાદ તાંત્રિકે કેટલીક વિધિઓ કરવાનું શરૂ કર્યું. તેણે ગરોળીનું હાડપિંજર ઉપાડ્યું અને કહ્યું,

“તમારા રાજાનો આત્મા મારા હાથમાં છે. મારાથી દૂર જાઓ નહીંતર હું તમારા બધા આત્માઓને પકડી લઈશ.

"તે આ કરી શકતો નથી" સારાએ બૂમ પાડી,

“ના તે કરશે, તે કરી શકે છે, તેણે તારા દાદા સાથે પણ એવું જ કર્યું છે, જે હાડપિંજર તેની પાસે તારા દાદાનું છે” તેના પિતાએ જવાબ આપ્યો. સારા પછી તેના પિતાની હાજરીથી વાકેફ થાય છે, પછી તેણીને ખબર પડે છે, ત્યાં મેકી અને તેના મિત્રો, ચિંકી અને તેનો પરિવાર, અશ્વા અને તેના મિત્રો હતા, ત્યાં એક ભેંસ કદાચ ભેસાલીની કાકી હતી. અંધારામાંથી કેટલાક માણસો તેની દિશામાં આવી રહ્યા હતા. તેઓ ગુસ્સામાં દેખાતા હતા. આટલા બધા ગરોળી અને એના મિત્રો ને જોઇને સારાનું આત્મવિશ્વાસ વધ્યું. તેણીને તેના દાદાની હાજરીનો અહેસાસ થયો, એક ક્ષણે તેણીને લાગ્યું કે ભગવાને તેણીને બીજાઓને બચાવવા અને આવા મૂર્ખ માણસો સામે બળવો કરવા મોકલ્યો છે.

“પાપા જો તે આ કરી શકતો હોત, તો તેણે તે પહેલેથી જ કરી લીધું હોત. તે એવું કંઈ જાણતો નથી, તે માત્ર તેનો ભ્રમ છે." તેણીએ તાંત્રિક તરફ ફરીને કહ્યું, “તારે જે કરવું હોય તે કર. તું અમારા આત્માને કેદ કરવા માંગે છે તો તું કરી શકે છે. ચલ કરીને બતાવ"

અચાનક બધી ગરોળીઓ તેના પર પ્રભાવિત થઈ ગઈ. અને તેઓ તાંત્રિક તરફ જવા લાગ્યા. ત્રણેય માણસો દોડવા લાગ્યા પરંતુ ગરોળી તેમના પર આવી ગઈ અને તેમની પૂંછડીથી તેમને મારવા લાગી. તેની જગ્યાએ તાંત્રિક જામી ગયો હતો. પોલીસ આવતાની સાથે જ તાંત્રિક તેમના પગે પડી ગયા.

“સર કૃપા કરીને મને બચાવો, આ ગરોળીઓ મને મારી નાખશે” તેણે વિનંતી કરી.

“અમે તને કેમ બચાવવો જોઈએ? અંધશ્રદ્ધાળુ માન્યતાઓ માટે તમે કેટલી ગરોળીઓને મારી નાખો છો?” એક માલધારીએ કીધું

"હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને બચાવો"

એક ગરોળીએ તાંત્રિકના ચહેરા પર એક કાંટાળી પૂંછડી મારી. અને બધી ગરોળીઓ તેની તરફ વળ્યા.

પોલીસ અધિકારી તેની પિસ્તોલ કાઢીને હવામાં ફાયર કરે છે. બધા અટકે છે. તેઓ બધા પોલીસ અધિકારી તરફ વળે છે. તે તેની બંદૂક કેસમાં પાછી રાખે છે અને ચિંકી તરફ જુએ છે. ચિંકી આગળ આવે છે અને સારાને તેમને રોકવા કહે છે. સારા એ જ કરે છે અને પછી ચિંકીએ કહ્યું,

“મિત્રો અમે આ પોલીસ અધિકારીઓ અને અન્ય લોકોને મદદ કરવા માટે બોલાવ્યા છે. તેમની સાથે વાત કરીએ. આક્રમક ન બનો. હું જાણું છું કે આ ખરાબ માણસોએ હંમેશા તમારા સમુદાયને નુકસાન પહોંચાડ્યું છે અને માર્યા છે. પરંતુ તેઓએ અમારો શિકાર પણ કર્યો. તેમને સરળતાથી જીવવું જોઈએ નહીં. તેઓ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીને પાત્ર છે. જો કે, આ સારા માણસો છે જે ચોક્કસપણે અમારી સાથે ઊભા રહેશે. આપણા કલ્યાણ માટે, આપણી આજીવિકા માટે. અને તેથી જ અમે તેમને અહીં લાવ્યા છીએ. કૃપા કરીને એકવાર તેમને સાંભળો. પછી જો તમને લાગે કે આ કામ કરશે નહીં. પછી તમે જે કરવા માંગો છો તે કરવા માટે તમે સ્વતંત્ર છો."

બધા શાંત થયા, સરપંચે બધાની સામે આવીને કહ્યું,

"મિત્રો હું એ જોઈને ખૂબ જ કમનસીબ છું કે તમે તમારા પોતાના ઘરમાં સુરક્ષિત નથી." તેણે તાંત્રિકને પકડી લીધો અને તેની પાછળનું કારણ પૂછ્યું.

“આ ત્રણેય મારી પાસે આવ્યા અને કહ્યું કે તેઓ પુરુષત્વ વધારવા અને બૈલની શક્તિ વધારવા માટે ગરોળીની વિધિ કરવા માગે છે. તે માટે, તેઓ મને ઇચ્છિત રકમ આપી રહ્યા હતા. તાંત્રિકે જવાબ આપ્યો.

"આ મૂર્ખતા છે!" પોલીસ અધિકારીએ કીધું. "અમે તેની સામે કડક પગલાં લઈશું. તેણે કીધું.

સારાના કાકાએ કહ્યું, “ના અમે તેને તમામ નાગરિકોની સામે મૃત્યુ પામેલા જોવા માંગીએ છીએ જેથી તે બધા માટે પાઠ બની જાય.”

“હા, અમને ન્યાય જોઈએ છે, અમને ન્યાય જોઈએ છે,” બધાએ એક જ અવાજે કહ્યું.

"ઠીક છે, ઠીક છે" અમે તેના પર તમામ નાગરિકોની સામે એને સજા કરીશું. જેથી કરીને કોઈ શિકાર કરવાની હિંમત ન કરે.

દરેક જણ સંમત થયા. પોલીસે તાંત્રિક અને ત્રણ શખ્સોની ધરપકડ કરી સળિયા પાછળ મોકલી દીધું. અને બધાને લાલ ચોકમાં ભેગા થવાનું કહે છે.

બધા ઘરે જાય છે. સારા તેના માતાપિતાને મળે છે અને ઘરેથી ભાગી જવા બદલ માફી માંગે છે. તેણી ખુશ હતી કે તેના પિતા અને કાકા વર્ષો પછી ફરી મળ્યા. તેણીએ તેના મિત્રો ચિંકી અને મેકીને તેના માતાપિતા અને કાકા અને કાકી સાથે પરિચય કરાવ્યો.

"આ મેકી છે અને આ ચિંકી છે"

"અમે તેમને જાણીએ છીએ," તેની માતાએ કહ્યું

"કેવી રીતે?" સારાને આશ્ચર્યજનક રીતે પૂછે છે, "અને તમે અહીં કેવી રીતે પહોંચ્યા?" તેણીએ દરેક તરફ જોયું અને પછી તેણીએ ઘટનાક્રમ શોધી કાઢી અને આશ્ચર્યજનક રીતે પૂછ્યું, "કેવી રીતે"

“જ્યારે તે માણસે પાંજરું ઉપાડ્યું, ત્યારે મેં તે જોયું. અને તરત જ ચિંક પાસે દોડી તેના પિતાએ તમારા માતા-પિતાને જાણ કરવાનું સૂચન કર્યું” મેકીએ કહ્યું

"તારા માતા-પિતા ગઈકાલે મારી પાસે આવ્યા હતા, તમને શોધતા હતા. મે કીધું કે કદાચ તું બન્ની તરફ નીકળી હશે" અશ્વાએ કહ્યું.

"તું એ દિવસે ભૈસાલી ની કાકી વિશે વાત કરતી હતી ને જે બન્નીમાં રહે છે, તો અમને લાગ્યું કે ભૈસાલી ને પૂછવું જોઈએ તેથી અમે તેની પાસે પણ ગયા, એની માં ને માલધારીઓની મદદ લેવાનું સૂચન કર્યું કારણ કે તેઓ અન્ય લોકોને લાવવામાં મદદ કરશે." કહ્યું, માતા.

મેકીએ કહ્યું, “હું અશ્વાને તમારા માતા-પિતા સાથે રસ્તાની વચ્ચે મળ્યો હતો અને સીધો અહીં લઈ આવ્યો હતો”

"તે દરમિયાન, મેકીના મિત્રો તમને શોધવા માંડ્યા. ચિંકી અને તેના માતા-પિતાએ અહીં લાવવા માટે તમામ ગરોળી સમુદાયને એકઠા કર્યા" ભૈસાલીના કાકીએ કહ્યું.

“અને આ રીતે તમે બચી ગયા.” સારાને ગર્વ હતો કે તેણે મેકી અને ચિંકી જેવા મિત્રો બનાવ્યા. તેઓ બધા હવે ખુશ હતા. આ સમાચાર તમામ ઘાસના મેદાનો અને માનવ વસ્તીમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા.

***

બીજા દિવસે બધી ગરોળીઓ અને બધા પ્રાણીઓ લાલ ચોક તરફ કૂચ કરી. વન અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સરપંચ, રાજકારણીઓ અને તમામ નાગરિકો આટલા બધા પ્રાણીઓને જોઈ ચોંકી ઉઠ્યા હતા. દરેક જણ ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા. તાંત્રિક અને તેના સાથીદારો સાથે પોલીસની જીપ ચોકમાં આવી હતી. આ પહેલીવાર બન્યું હતું કે ચોકમાં કાર્યવાહી થઈ રહી હતી.

“શિકારીનો શિકાર કરવો જોઈએ” ભીડમાંથી અવાજ આવ્યો.

“હા હા, શિકારીનો શિકાર કરવો જોઇયે” બધા એક સાથ બોલ્યા. બધા ગરોળિયોએ પોતપોતાની પૂંછડી હલવાની શરૂ કરી. પૂછડીનો જમીનસાથે ટકરાવથી થનારો આવાજ વધતો ગયો. એ સાંભળીને તાંત્રિક થરથર કાવપા માંડ્યો. તે એની મોતને બધા ગરોળીઓની આખોમાં જોઇ શકતો હતો. એને એના બધા પાપ કર્મો સાંભર્યા. જે રીતે તેણે સારા ના દાદાને માર્યું હતું તેણે યાદ આવ્યું. એમનો આવાજ તેણે સાંભળાતો હતો. ગયી રાત્રે વાગેલો પૂછડી નો ઘાવ સળગાવા લાગ્યો. થોડા વાર પછી પૂછડી નો વધેલો આવાજ એના કાનસુધી તો આવતો હતો પણ મગજ સુધી પોહચતો ન હતો. આંખો તો બધુજ જોતી હતી છતાએ તેણે કસુ દેખાતું નહતો. તે એટલો સ્થિર થયી ગયો હતો જાણે કે ઊભો ઊભો જ એના શરીરમાંથી આત્મા નીકળી ગયી હોય. તેણા આંખોમથી પછ્તાવાનું એક આંસુ એના ગલપરથી લપસીને જમીન પર પડતાં સારાએ જોયું.

(જેવી રીતે આપણે છીએ, એક સમુદાય, તેમણો (તાંત્રિકણો ) પણ હશે. આ લોકો અહિયાં આપણને મારે છે તો કઈ બીજે કોઈ બીજાને મારતા હશે.) સારા મનમાં વિચારતી હતી.

આ બધુ હંગામાં ચાલતું હતું કે ત્યાં પોલિસ અધિકારીશ્રી ની ગાડી આવી. તેમની હાલ જ અહિયાં બદલી થઈ હતી. ગાડીમાંથી તેમની પત્ની અને એક દસ વર્ષ ની છોકરી ઉતરી. તે આટલા બધા પ્રાણીજનો ને રૂબરૂ જોઇ હરખાઈ ગઈ. તેણીએ પહલી વાર પુસ્તકની બહાર પ્રાણીઓ જોયા હતા. એ બદાજ પ્રણિયોપર નજર ફેરવતી હતી કે તેની નજર ચિંકીપર રોકાઈ. ચિંકી ના મોટા મોટા આંખો એને જોવી ચમકી ઉઠ્યા. પોલિસ અધિકારીશ્રી ચોક માં એક ઓટલા પર જય ઊભા રહ્યા અને બોલ્યા,

“સભામાં ઉપસ્થિત બધા પ્રાણીજનો, નગરજનો, અને બધા અધિકારીશ્રી. કાલે, આ તાંત્રિકે કઈ તથાકથીત કાળા જાદુની વિધિ અને શિકાર કરવા હેતુ થી જે સાંઢાંઓને કેદ કરવાની ઘટના ઘટી, એ ઘટનાનું હું નિંદા કરું છુ. ૨૧મી સદીના આ આધુનિક ભારતમાં આવી માન્યતાઓ હજી સુધી ચાલે છે, એ જાણીને મને દુખ થાય છે. અને એના કરતાં વધારો દુખ મને આ વાતનો થાય છે કે આવા વિધિમાં જે નિષ્પાપ પ્રાણીજનો ની હત્યા કરવામાં આવે છે એની. આ વિષય ની જાણકારી ધરાવતા તજ્ઞોં જોડે મારી વાત થતાં મને એ ખબર પડી, એ સાંઢાંનું તેલ થી પુરુષાતત્વ વધે છે, સાંધો નું દુખાવો ઉતરે જેવી અનેક માન્યતાઓ સાવ ખોટી છે. આ લોકો પોતાનું પેટ ભરાય એટલે આવી બધી અફવાઓ ફેલાવે છે અને તથાકથીત વિધિથી રૂપયા બનાવે છે. આ લોકો તમારી દિશભૂલ કરાવી તમને અમાનવીય કામ કરવા મજબૂર કરે છે. તમે લોકો આમના બહકાવામાં આવીને, પ્રાણીજનોની હત્યા, એમનું શિકાર કરવા ક્રૂર પગલાં પાડો છો.”

બધા નગરજન ધ્યાનથી સાંભળતા હતા. એમને એમની ભૂલ નું એહસાસ થવા લાગ્યો હતો. તાંત્રિક તો કશું બોલતોજ ન હતો જેમ કે તેની જીભ કપાઈ ગયી હોય. એક ઊંડો શ્વાસ લઈને અધિકારીશ્રીએ આગળ બોલ્યા, “આવું બધુ નહીં થાય એટ્લે, સરકારે કડક નિયમ બનાવ્યું છે. એના અંતર્ગત અમે એમને ભુજ ના ન્યાયમંદિર માં હાજિર કરવાનું રહેશે. એમ છતાએ, હું એને શું સજા આપવાની એ હું તમામ પ્રાણીજન અને નગરજનો ઉપર છોડું છું.”

“કાપી નાખો… મારી નાખો...” એક નગરજનોએ કીધું,

“અંહિયાજ ચોક માં એને ફાસી પર લટકાવી દો...” બીજા નગરજનો ને કીધું

“એને અમને આપી દો, અમે જોઈ લઈશું શું કરવાનું છે એ” સારા ના કાકાએ કીધું.

અધિકારીશ્રીએ સારાએ એક આશાભરી નજરોથી જોયું અને નીચે બેઠા. એમની નજર ગરોળિયોની સભા પર સ્થિર હતી. એમની પત્નીએ તેમણે પ્રશ્નાર્થક નજરે જોયા. એક ન્યાયપ્રિય, આદર્શવાદી માણસ, પોતાના આદર્શ ને કેવી રીતે તોડી શકે એનું એમને આશ્ચર્ય થયું. “જેના પર બીતી હોય ને, એજ સમસ્યાની ગંભીરતા સમઝી શકે. એજ ઇનો ઉકેલ લાવી શકે છે. બાકી લોકો તો ખાલી સાંભળેલી વાતો પર તર્ક વિતર્ક કરીને એમને ગમે એ અનુમાન, નિષ્કર્ષ કાઢે. એ લોકો આપસી મતભેદ અને વિવાદોમાંજ વ્યસ્ત હોય, અને મતો ના જાળ માં ફસાયેલો પીડિત છેલ્લે ન્યાય ની અપેક્ષા મૂકીને ફક્ત બાહર નીકળવા માંગે છે.” અધિકારીશ્રીએ નજર હલાવ્યા વગર પત્નીના પ્રશ્નો થી ભરેલા નજર નો જવાબ આપ્યું.

મનમાં આવેલો પ્રશ્ન, અધિકારીશ્રીનું ભાષણ, અને એમની આશાવાદી નજર થી સારાએ સમઝી ગયું કે હવે એનેજ આગળ વધીને નિર્ણય લેવાનું છે. આ બધુ એક પળ માં જ થયું, કઈ સમઝ્યા વગર સારા બોલી પડી,

“આવા કેટલાક લોકો આવી ખોટી માન્યતાઓ લઈને ફરતા હશે? કેટલાક નગરજનોને મૂર્ખ બનાવતા હશે?” સભા શાંત થઈ, બદ્ધાના સારા તરફ વળ્યા, સારા આગળ બોલી, “મારા મમ્મી પાપા ના કહવા મુજબ, અહિયાં સાંઢાંઓની જ આટલી શિકાર કરવામાં આવે છે તો વિચારો બાકી કેટલા બધા પ્રાણીજનોની કેટલી થતી હશે? આખા ગુજરાત માં કેટલા?, અને ભારત માં?, ભૈસાલીની કાકી કહતી હતી, કે શિકાર ના લીધેજ જંગલ ના રાજા રંક થઈ ગયા. એમના જ રાજ્યમાં હવે અમને આશ્રયિત તરીકે રહેવું પડે છે. આ ક્યાં સુધી ચાલસે, તમે એક ને મારશો, પણ સૌ લાઇન માં છીએ, તમે કોણે કોણે મારશો?”

“તો શું આને જવા દેવાનું? માફ કરવાનું” એના કાકા બોલ્યા

“નહીં જવા તો નહીં દેવાનું, એ સજાનો હકદાર તો છે જ” સારા બોલી, “મે એની આંખોની અંદર પશ્ચાતાપ જોયું છે. એ હવે પોતાની જાત થી જ નફરત કરવા લાગ્યો છે. હવે એ મરવા માંગે છે. માંગે છે શું મરી જ ગયો છે. જુવો,” તાંત્રિક ને કશુજ બોલતો ન હતો, ન હતો એ તો પશ્ચાતાપ ની જ્વાળા માં સળગતો હતો. “એની સજા એજ છે કે એને એ પશ્ચાતાપ સાથે જ જીવતું રહેવું પડશે. અને એના જેવા તાંત્રિકોને આવા ધારણાઓ વિષે જાગરૂક કરવો પડશે. એ ગામ ગામ જશે, દેશ વિદેશ જશે, અને એના કરેલા પાપ ની કહાની બધાને કહીને આવું પાપ કોઇ બીજું ના કરે એ માટે પ્રયત્ન કરશે.”

“તું ચોર ના હાથ માં ખજાના ની ચાવી આપે રહી છે સારા, અને સાથે સાથે બાકી ચોરોને સુધારવા કહે છે. જોજે તારો ખાજનો લુટાઇ નોં જાય.” એના પાપાએ કીધું.

“આજે તો આ પસતાવો કરે છે, કાલે એના ભાઈબંદો જોડે મળી ને આ બદ્ધા ગરોળિયો ને કાપતો ફરશે” સારા ના કાકાએ કીધું.

સારા તાંત્રિક ને જોઈ રહી હતી અને પછી બોલી, “એ નહીં કરે, એ જાતે મરી જશે પણ હવે કોઈ ને નહીં મારે”

અત્યાર સુધી શું ચાલી રહ્યું હતું, શું થયું, ઇનો તાંત્રિકને જરાક પણ ખયાલ ન હતો. “એ જાતે મરી જશે પણ હવે કોઈ ને નહીં મારે” બસ આ છેલ્લા શબ્દો એના કાનમાંથી મગજ માં ઘુસ્યાં અને તે ભાન પર આવ્યો. તેનો શરીરપરથી નિયંત્રણ ગયો, જમીનપર પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

“એ નહીં કરે. અને જો કરશે તો પોલિક પ્રશાસન છે. હું જાતે એનાપર નજર રાખીશ.” અધિકારીશ્રીએ કીધું, એ આગળ બોલ્યા, “મને એવું લાગે છે કે સારાના ન્યાય થી બધા સહમત છે.”

થોડીવાર માટે બદ્દ સ્તબ્ધ થઈ ગયા. જાણે સમય રોકાઈ ગયો હોય. અને પછી બધા પ્રાણીજન, નગરજન એક સ્વર માં બોલ્યા.

“હા… હા... હા... અમે સહમત છીએ.

“આ તાંત્રિક સાથેજ આ ત્રણેઓ ને પાણ આ જ સજા લાગુ પડસે” અધિકારીશ્રી એ ત્રણે માણસો ને જોઈને કહ્યું, “તમે નગરજનો માં જાગરુકતા ફેલાવશો. તમે આ જાણકારી જે લોકો પાસેથી મળી, ત્યાં જાઈને સમઝવશો કે આ ધારણાઓ ખોટા છે. અને તમે કેટલા લોકો ને જાગરૂક કરાવ્યા એની નોંદ કરીને પોલિસને આપશો, બરાબર?”

“હા સાહેબ” ત્રણેઓ એક સાથ બોલ્યા.

“હું સારા નું અભિનંદન કરું છું, કે એને સાચો ન્યાય કર્યો. સાથે મારૂ તમામ પ્રાણીજનોને અભિનંદન કે એમને સાથે મળીને આ હત્યા રોકી અને માણસ સામે એક થઈને ઊભા રહ્યા. જ્યારે જ્યારે માણસ આવા કુકર્મ કરશે, પ્રાણીઓનું શિકાર કરશે, ત્યારે ત્યારે બધા પ્રાણીસામુદાય સામે આ ઘટના એક ઉદાહરણ તરીકે અપાશે.”

“આપણાં વિસ્તાર માં આવેલા પશુ-પક્ષી તથા જુદી જુદી વનસ્પતિ નું ખયાલ રાખવું એ આપણી જિમ્મેદારી છે.” અધિકારીશ્રીએ નગરજનોને ઉદ્દેશી કીધું, “આપણે અને પ્રાણીજનો આ પૃથ્વીપર સમાન છીયે. આપણે બદ્ધાસાથે હળીમળીને રેહવાનું છે. માણસ નું હોય કે પશુ-પક્ષીઓનું હત્યા કુકર્મ છે, પાપ છે. હું આશા રાખું છું કે હવે થી આવા ધારણાઓને પગે ન લાગતાં આપણે પોતાનું અને આ વન સંસાધનોનું સંવર્ધન કરીશું. જો કોઈ માનવી આ નિયમોનું ઉલ્લંઘન કરશે એ એનાથી પણ કડક સજાને પાત્ર રહેશે.”

“સારા ના ન્યાય સાથે જ આ સભા અંહિયા બરખાસ્ત થાય છે. નમસ્તે, જય હિન્દ” કહીને અધિકારીશ્રીએ સભાને બરખાસ્ત કરી. અધિકારીશ્રીના પત્નીને ગર્વ થયો કે એમનો અનુમાન સાચો થયો. સારા ના ન્યાય થી બધા ખુશ હતા. બધા પોતપોતાના ઘરે જવા માંડ્યા. ગરોળીસમાજ ને સારા નું અભિનંદન કર્યું. એના પાપા-મમ્મી, કાકા-કાકીને એનપર ગર્વ થયો. બધા સારા ને સલામી દેવા માટે પોતપોતાની પુછુડી નું આવાજ કરવા લાગ્યા. અને એક સાથે ઘરે જવા લાગ્યા. નગરજન અને પ્રાણીઓને તકલીફ ન થાય એટલે બાકી પોલિસે એમને જંગલ સુધી મૂકવાનું કીધું.

***

રાતનો સમય હતો. બદ્ધા પ્રાણીજન જઇ ચૂક્યા હતા. સારા ના માતા પિતા, કાકા-કાકી, અશ્વા, મેકી બધા ચિંકી ના ઘરે હતા. કાલે સવારે અશ્વા સાથે સારા અને એના માતા-પિતા પાછો ઘરે જવામાટે નીકળવાના હતા. મેકી અને એના મિત્રો પણ તયારી માં હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જે ઘટ્યું હતું એ સંભારતા-સંભારતા સારા ના કાકાએ કીધું,

“એક તોફાન આવી ને ગયું એવું લાગે છે. કાલ સુધી જે અસ્વસ્થતા હતી એ શમી ગયી છે. બધુ એક સપના જેવુ લાગે છે. એ ઘટ્યું કે નહીં ઘટ્યું ખબર જ નથી પડતી. પણ એક વાત સાચી છે કે આપણે અત્યારે બધા એકસાથ, સુરક્ષિત છીએ. એ પણ સારા ને લીધે. સારા નહીં હોત તો કદાચ અમે જીવતા નહિ હોત. મને તારા પર ગર્વ છે બેટા.” સારા એના કાકા ને જોતી જ રહી.

સારા પણ વિચાર માં હતી એ આટલું બધુ સાહસ એમાં ક્યાંથી આવ્યું. એક એ સારા જેને બન્ની જવું હતું અને એક એ સારા જે બન્ની માં છે. આ બન્નેઓ માં કઈક તો ફરક હતો. જેમ કે આ ત્રણ દિવસમાં એને દુનિયાદારી ની બધી જ સમજ આવી ગઇ હતી. એ વિચારતી જ હતી. એને એક ન્યાય કર્યો હતો, એક એવો ન્યાય જે કોઈ સમજદાર જ કરી શકે. જેને બધુજ ખબર હોય. માનવી પ્રવૃતિ, આસ પાડોસ, આખા ગામ ની ખબર. એવું તો કોઈ બુજુર્ગ જ કરી શકે... એ વિચારતી જ હતી... એને એના દાદાજી નું એહસાસ થયું... કદાચ એ એના દાદાજ હતા જેમને એને બન્ની બોલાવ્યું… એ એજ હતા જેમને એને એટલો સાહસ આપ્યો… એટલી બુદ્ધિ આપી... કદાચ સારા ના મોડે, એના દાદાજ બોલતા હતા...

***

થોડા દિવસો પછી....

સારા અને મેકી ને જતાં બહુ દિવસ થયી ગયા હતા. એમના વગર ચિંકીનું મન લાગતું નહતું. રોજ એ ઉદાસ ઉદાસ ફરતી હતી. એક દિવસે એ મેકી અને સારા ના વિચારો માં ઘર થી બહુ દૂર નીકળી જાય છે... વિચારો માં ક્યાક સવાર ની સાંજ થઈ એને ખબર નહીં પડી. વિચારોમાં ચાલતી સારા એક ગાડીના આવાજ થી ઘબરાઈ જાય છે. એનો શ્વાસ ફૂલવા લાગે છે. ગબડતા ગબડતા એ એક ઘર ની વાડા માં જઈ પહોચે છે. કંતાન ના એક નાનો ડુંગર પછી એક છૂપી જાયે છે.

એક દસ વર્ષની છોકરી, કંતાન નો ડુંગર પાછળ છૂપેલી બે ચમકતી આંખો જોવે છે. એ આગળ વધે છે. એને બહાર કાઢી ને કહે છે.

“ઘબારતી નથી…હું છું… ખ્યાતિ...”

Original Gujarati Script